ધરા છે, આ મારી
દરિયાની લહેરો, આ છે મારી
આ રણ, મને પ્યારું છે
ખેતર, છે શોભા મારી
ધન્ય હું થઇ ગયો, અહીં જન્મ જે મારો થયો
(chorus) ધન્ય હું થઇ ગયો, અહીં જન્મ જે મારો થયો
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દિલમાં ધડકે ગુજરાત
વિશ્વનું, દ્વાર છે
અહિં સદા, પ્યાર છે
તને નમું, લાખવાર હું ભૂમિ મારી
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દિલમાં ધડકે ગુજરાત
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દિલમાં ધડકે ગુજરાત
અહિં સિદ્ધ કરાવ્યા પાર મેં દરિયાપાર, ગુજરાતી હું છું
મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું
મારી રગરગમાં કરુણા સેવા સહકાર, ગુજરાતી હું છું
હર આફત સામે ઉભો બની પડકાર, ગુજરાતી હું છું
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દિલમાં ધડકે ગુજરાત
આંખના આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું
કૈક દ્વાર હજુ ખોલવાના છે, કૈક ઝરૂખા બંધ છે
મુઠ્ઠીઓમાં મારી ઉછળી જે રહ્યા, સાત સૂરજના છંદ છે
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દિલમાં ધડકે ગુજરાત
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દેશનું અનેરું ગુજરાત
એક દોરો મારી પાસ છે તો એક દોરો તારીયે પાસ છે
સાથ સૌ મળી વણીએ એક નવી કાલ ને કે જે ખાસ છે
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે
પગમાં કર્મની વાંસળી છે અને એક સૂરિલી આસ છે
હે જી રે, હે જી રે
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દેશનું અનેરું ગુજરાત
જય-જય જય-જય ગરવી ગુજરાત
જય-જય જય-જય ગરવી ગુજરાત
મારા દેશનું અનેરું ગુજરાત
જય-જય જય-જય ગરવી ગુજરાત
—
These are the lyrics to Swarnim Gujarat song composed as part of the golden jubilee celebrations of formation of Gujarat State. More information on the event available through Swarnim Gujarat Official Portal and the song is available for download from that site (or you can click here for a direct link).
PS: If you find any errors in the lyrics above, let me know. Also, if anyone has original Kavi Narmad’s version of these lyrics, please scan them and forward it to me. I’d love to post it here.
-
fortmyers liked this
-
manofmistry posted this